Fri,19 April 2024,12:56 pm
Print
header

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન કોરોનાથી સંક્રમિત, પોસ્ટ શેર કરીને આપી માહિતી - Gujarat Post

  • જેસિંડામાં કોરોનાના હળવા લક્ષણો શુક્રવાર રાતથી જ જોવા મળ્યાં હતા
  • શનિવારે રેપિડ એન્ટિજન ટેસ્ટમાં કોરોનાની પુષ્ટિ થઈ
  • અઠવાડિયું આઈસોલેશનમાં રહેશે
  • ટેસ્ટ પરિણામની તસવીર શેર કરીને કોરોના સંક્રમિત થયાની આપી માહિતી

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના કાર્યાલયે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, તેમનામાં કોરોના વાયરસના હળવા લક્ષણ છે. તે આગામી બજેટને લઈ સંસદમાં થનારી ચર્ચામાં સામેલ નહીં થાય. શુક્રવાર સાંજથી જ તેમનામાં કોરોનાના લક્ષણ હતા 

જેસિંડાનો શનિવારે સવારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યાં હતા.ન્યૂઝીલેન્ડના પીએમ 21 મે સુધી આઈસોલેશનમાં રહેશે.તેઓ ઘરેથી તમામ કામ કાજ કરશે. તેમના સ્થાને ગ્રાંંટ રોબર્ટસન મીડિયાને સંબોધન કરશે.

અર્ડર્ને કોરોના પોઝિટિવ ટેસ્ટની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.  સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું કે આગામી સપ્તાહમાં ઘણી મહત્વપૂર્ણ રાજકીય જાહેરાતો કરવા જઈ રહ્યાં છે. સરકારના વાર્ષિક બજેટની રજૂઆત અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાની યોજનાઓનો સમાવેશ થાય છે. કહ્યું કે હું વ્યક્તિગત રીતે ત્યાં હાજર રહેવાનું ચૂકી ગઈ, પરંતુ ટીમ સાથે સંપર્કમાં રહીશ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch