Sat,20 April 2024,2:23 pm
Print
header

કાનપુર IITએ કોરોના અંગેના ફેક સમાચારો શોધતી એપ્લીકેશન બનાવી, ટૂંક સમયમાં શરૂ થશે

કાનપુરઃ  દેશમાં હાલ કોરોના સંક્રમણનાં કેસો વધવાની સાથે સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર વાયરલ થવાના અનેક બનાવો બહાર આવી રહ્યાં છે. જેના કારણે ઘણીવાર ગંભીર બેદરકારી સર્જાતી હોય છે. આ સંજોગોમાં  IIT કાનપુર દ્વારા  એક મોબાઇલ એપ્લીકેશન વિકસિત કરવામાં આવી છે.જે કોરોના મહામારી અંગે ફેલાવવામાં આવતા ફેક સમાચારો કે ખોટી માહિતી અંગે માહિતી આપશે.જેનો લાબાંગાળે  ખુબ જ મોટો ફાયદો જોવા મળશે.  

IIT કાનપુરનાં કોમ્પ્યુટર સાયન્સનાં પ્રોફેસર  સ્વપ્રભનાથ અને બીએસબીઇ વિભાગનાં પ્રોફેસર હામિમ ઝાફરના માર્ગદર્શનમાં  અંકુર ગુપ્તા,નિત્યા મતેનેની, યશ વરુણ અને પ્રાર્થના દાસના વિર્ધાર્થીએ આ એપ્લીકેશન તૈયાર કરી છે. પ્રોફેસરે જણાવ્યું છે કે આ નંબર આધારિત પ્રણાલી નથી. એપ્લીકેશન કોઇ પર સમાચાર અંગેની ક્વેરીને ઓળખે છે અને તેને સ્કેન કરીને સમાચાર અંગે માહિતી આપશે, ભારતમાં આ પ્રકારની પ્રથમ એપ્લીકેશન છે.ટૂંક સમયમાં જ તે નવા નામ સાથે પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch