Thu,25 April 2024,2:09 am
Print
header

BJPના ચાણક્યને મળી આસામની કમાન, જાણો કોણ છે હેમંત બિસ્વા ?

ગુવાહાટી: આસામ ચૂંટણીમાં ભાજપને સતત બીજી વખત જીત મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં આસામની કમાન સર્બાનંદન સોનોવાલના હાથમાં હતી. આ વખતે રાજ્યની કમાન હેમંત બિસ્વા સરમાને સોંપવામાં આવી છે. હેમંત રાહુલ ગાંધી પર નજરઅંદાજનો આરોપ લગાવી કોંગ્રેસ છોડી 2015માં ભાજપમાં સામેલ થયા હતા.

ધારાસભ્ય દળની બેઠકમાં કેંદ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમર અને પાર્ટી મહાસચિવ અરુણ સિંહ કેંદ્રીય પર્યવેક્ષક તરીકે હાજર રહ્યાં હતા બેઠક પૂર્ણ થતા કેંદ્રીય મંત્રી નરેંદ્રસિંહ તોમરે કહ્યું આસામ રાજ્ય ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે હેમંત બિસ્વા સરમાના નામની જાહેરાત કરું છું. ધારાસભ્ય દળની બેઠક શરુ થયા પહેલા સર્બાનંદ સોનોવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

અસમની 126 વિધાનસભા સીટોમાંથી ભાજપે આ વખતે 75 સીટો જીતી છે. હેમંત બિસ્વા જલુકબાડી સીટથી સતત પાંચમી વખત જીતી ધારાસભ્ય બન્યાં છે. બિસ્વાના  રાજકીય કરિયરની શરૂઆત 1980થી થઈ હતી, તેઓ ઓલ અસમ સ્ટૂડન્ટ યુનિયન  (AASU) માં જોડાયા હતા. વર્ષ 1981માં  AASU પર કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન હેમંતને અખબારી યાદી અને અન્ય સામાન પહોંચાડવાનું કામ મળ્યુ હતું. 1990ના દાયકામાં કોંગ્રેસમાં સામેલ થયેલા હેમંત બિસ્વાએ પ્રથમવાર ગુવાહાટીના જાકુલબાડીથી 1996માં વિધાનસભા ચૂંટણી લડી અને ભૃગુકુમાર ફુકાન સામે હારી ગયા હતા. ત્યાર બાદ 2001માં આજ સીટ પરથી તેમણે ફુકાનને હરાવ્યાં, ત્યારબાદ સતત અહીંથી ચૂંટણી જીતતા આવ્યાં છે.

કોંગ્રેસમાં રહેતા સરમાએ મંત્રીના રૂપમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, યોજના અને વિકાસ, પીડબ્લ્યૂડી અને નાણા જેવા મહત્વના મંત્રાલયો સંભાળ્યા છે. પરંતુ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વિવાદ બાદ તેઓ 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch