કાઠમંડુઃ તિબેટ સરહદ નજીક અચાનક આવેલા ભીષણ પૂર અને નદીઓના રૌદ્ર સ્વરૂપે નેપાળમાં ભારે તબાહી મચાવી દીધી છે. ક્ષણભરમાં જળમગ્ન થયેલા વિસ્તારોમાં રસ્તાઓ, પુલ અને વાહનો તણાઈ ગયા છે તથા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ભોટેકોશી નદીમાં આવેલા પૂરમાં 20 મેગાવોટ ક્ષમતા ધરાવતી 'લાંગટાંગ ખોલા જળવિદ્યુત પરિયોજના' તબાહ થઈ છે. ટનલની અંદર કામ કરી રહેલા અનેક લોકોનાં મોત થયા છે અને અનેક લાપત્તા છે. જેમને શોધવા મોટા પાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રસુવાના ટિમુરે ગામમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલું હેલિકોપ્ટર નીચે ઉતર્યા વગર જ કાઠમંડુ પાછું આવી ગયું હતું. પૂરના કારણે ત્યાંનું હેલિપેડ તણાઈ ગયું હતું, જેથી પાયલટને હેલિકોપ્ટર ઉતારવા માટે કોઈ સલામત જગ્યા મળી ન હતી. પાયલોટે જણાવ્યું કે આકાશમાંથી જોતાં આખું ટિમુરે ગામ પાણીમાં ગરકાવ દેખાતું હતું.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે રસુવાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત માટે નેપાળી સેના,સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસને તૈનાત કરવાના નિર્દેશ આપ્યાં છે. પ્રભાવિત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યાં છે. પ્રભાવિત વિસ્તારોમાં વધારાની એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ મોકલવામાં આવી રહ્યો છે. બાલેને નદી કિનારેના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડવાના નિર્દેશ આપ્યાં છે.
This is seriously scary. CCTV footage from Gyirong Port in Tibet, China, directly opposite Nepal’s Rasuwa district. This flash flood hit here first and later caused massive havoc in Nepal. Can’t even imagine someone surviving this. Prayers for everyone affected.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17