કાઠમંડુઃ ભારતના પાડોશી દેશ નેપાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલો વિરોધ સોમવારે હિંસક બન્યો હતો. પોલીસે યુવાનોના ટોળા પર ગોળીબાર કર્યો હતો. જેમાં લગભગ 21 લોકોનાં મોત થયા છે. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે મોટા સમાચાર એ છે કે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવી શક્યતા છે કે કેપી ઓલી દેશ છોડીને ભાગી શકે છે.
હવે કોણ કમાન સંભાળશે, આગળ શું થશે ?
પોતાના પદ પરથી રાજીનામું આપ્યાં બાદ નેપાળના કેપી શર્મા ઓલીએ દેશની કમાન નાયબ વડાપ્રધાનને સોંપી દીધી છે. વિરોધીઓનું કહેવું છે કે દેશમાં એક વચગાળાની સરકારની રચના થવી જોઈએ. સંસદ ભંગ કરીને નવેસરથી ચૂંટણીઓ કરાવવાની પણ માંગ છે.
પરંપરા શું રહી છે ?
નેપાળના કપિલવસ્તુના સાંસદ મંગલ પ્રસાદ ગુપ્તાએ કહ્યું કે કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ દેશની પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. સમગ્ર દેશમાં અરાજકતા છે. કેપી ઓલીના જવા અંગે કોઈ માહિતી નથી. સાંજની બેઠકો મુલતવી રાખવામાં આવી છે. મંગલ પ્રસાદ ગુપ્તાએ કહ્યું છે કે નેપાળના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કાર્યકારી વડાપ્રધાન હોઈ શકે છે. આ પરંપરા રહી છે. હાલ પૂરતું નેપાળમાં ચૂંટણીમાં સમય લાગશે.
મંત્રીઓ અને નેતાઓના મકાનો પર હુમલા થયા
સોમવારે વિરોધ કરી રહેલા યુવાનો પર ગોળીબાર કર્યા બાદ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યાં હતા. મંગળવારે વિરોધીઓએ દેશના મંત્રીઓ અને નેતાઓના ઘરો પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યાં હતા.
નેપાળમાં યુવા વિરોધીઓના ટોળાએ પીએમ ઓલીના ઘર તરફ કૂચ કરી હતી. વિપક્ષી નેતા પુષ્પ કમલ દહલ (પ્રચંડ) ના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નેપાળી કોંગ્રેસ પ્રમુખ દેઉબાના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીના ઘરને આગ લગાવવામાં આવી છે અને સંદેશાવ્યવહાર મંત્રીના ઘરને પણ આગ લગાવવામાં આવી છે.
ઘણા મંત્રીઓએ રાજીનામું આપ્યું
નેપાળ સરકારના ઘણા મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમાં નેપાળના કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ પોતાનું પદ છોડી દીધું છે. પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવ પણ રાજીનામું આપી રહ્યાં છે. નેપાળમાં શેખર કોઈરાલા (નેપાળ કોંગ્રેસ) જૂથના મંત્રીઓ રાજીનામું આપી રહ્યાં છે. સોમવારે નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે હિંસક વિરોધ પ્રદર્શનોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17