Fri,19 April 2024,11:06 pm
Print
header

નેહા કક્કડ બની ઇન્ટરનેશનલ સ્ટાર, દુનિયાભરના સિંગર્સને રાખ્યાં પાછળ

બોલિવૂડ સિંગર અને ઇન્ડિયન આઇડલમાં જજની ભૂમિકા ભજવીને ચર્ચામાં રહેલી નેહા કક્કડે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આમ તો નેહા કક્કડના ગીતો યુ ટ્યુબ પર ધૂમ મચાવતા રહે છે પરંતુ આ વખતે તેણે આંતર રાષ્ટ્રીય સિંગર્સને પણ પાછળ રાખી દીધા છે. નેહાની ઉપલબ્ધિ પર તમને પણ ગર્વ થશે. નેહા હવે ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે કારણ કે, હવે દુનિયાભરના લોકો તેના વિશે જાણવા માગે છે.

હકીકતમાં નેહા કક્કડ દુનિયાભરમાં યૂટ્યૂબ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિમેલ આર્ટિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગઈ છે. તેના પહેલા માત્ર અમેરિકન રેપર કાર્ડી બી છે. આ યાદીમાં નેહા સિવાય બીજું કોઈ ભારતીય ફીમેલ આર્ટિસ્ટ શામેલ નથી.

તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર, કાર્ડી બી 4.8 બિલિયન દર્શકો દ્વારા યૂટ્યૂબ પર સર્ચ કરવામાં આવી જ્યારે નેહા કક્કડને 4.5 બિલિયન વ્યૂઅર્સે સર્ચ કરી છે. મહત્વની વાત એ છે કે, આ મામલે નેહાએ અનેક સેલિબ્રિટીઝને પાછળ છોડ્યા છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar