Thu,18 April 2024,3:45 pm
Print
header

ભારતીય મૂળના નીરા ટંડનને બાઈડેનની ટીમમાં મળી મોટી જવાબદારી, સોમવારે સંભાળશે કાર્યભાર

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા કેબિનેટ માટે પસંદ કરેલી ભારતીય મૂળની નીરા ટંડનને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. નીરા ટંડનને વ્હાઇટ હાઉસની વરિષ્ઠ સલાહકાર બનાવવામાં આવ્યાં છે આ પહેલા બાઇડેન દ્વારા  મેનેજમેન્ટ તથા બજેટ ઓફિસના નેતૃત્વ માટે પસંદગી થઈ હતી પરંતુ વિરોધ થતાં માર્ચમાં તેમણે નામ પરત લઈ લીધું હતું. નીરા સોમવારે વ્હાઈટ હાઉસમાં નવી જવાબદારી સંભાળશે.

સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસના સંસ્થાના જોન પોડકૈસ્ટએ એક નિવેદનમાં કહ્યું કે નીરાની બુદ્ધિમતા, આકરી મહેનત અને રાજકીય કૂનેહ બાઇડન તંત્ર માટે મહત્વની સાબિત થશે.અમને સીએપીમાં તેની વિશેષજ્ઞતા અને લીડરશીપની ખોટ વર્તાશે. આ સંગઠન 2003માં બનાવાયું હતું.

માર્ચમાં વ્હાઉટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઇડેનના બજેટ કાર્યાલયમાં નીરા ટંડનના નામને લઈ વિરોધ ઉઠ્યો હતો. જે બાદ નીરાએ નામ પરત લઈ લીધું હતું.તે ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને વચ્ચે ઉમેદવારી માટે પૂરતા વોટ મેળવી શક્યા ન હતા.  

નીરા ટંડન પહેલા અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા મંત્રાલયમાં સ્વાસ્થ્ય સુધારાના  વરિષ્ઠ સલાહકાર રહી ચુક્યા છે. તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યાલયમાં અફોર્ડેબલ કેયર એક્ટની કેટલીક વિશેષ જોગવાઈ પર કોંગ્રેસ અને હિતધારકો સાથે મળીને કામ કર્યુ હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch