નીમચમાં વૃદ્ધને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના
ભાજપ નેતા દિનેશ કુશવાહ પર મૃતકને માર મારવાનો આરોપ
મધ્ય પ્રદેશઃ નીમચમાં વૃદ્ધને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં એક વ્યક્તિ વૃદ્ધને લાફા મારી રહ્યો છે.આ વીડિયો સામે આવ્યાં પહેલા વૃદ્ધનું મોત થઈ ચુક્યું હતું. વીડિયો સામે આવ્યાં બાદ પરિવારજનોએ પોલીસમાં મારપીટથી મોત થવાની ફરિયાદ નોંધાવી છે. વાયરલ વીડિયોમાં જે વ્યક્તિની મારપીટ થઈ રહી છે તેનું નામ ભંવરલાલ જૈન છે. ભાજપ નેતા દિનેશ કુશવાહ પર મૃતકને માર મારવાનો આરોપ છે. મનાસા પોલીસે દિનેશ કુશવાહા, તેના સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. ભાજપના આ નેતાએ ભંવરલાલે જૈનને 'મોહમ્મદ' સમજીને મારવાનું શરૂ કર્યું, ત્યારબાદ જૈનનું મૃત્યું થયું. બીજેપી નેતા વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ કોંગ્રેસે કહ્યું છે કે નીમચમાં મોબ લિંચિંગ થયું છે.
નીમચના મનસા પોલીસ સ્ટેશનના ટીઆઈ (એસએચઓ)એ જણાવ્યું કે અમને રામપુરા રોડ પર મૃતદેહ મળ્યો હતો. અમે મૃતકના પરિવારજનોને શોધી કાઢ્યાં હતા, ત્યાર બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. શનિવારે મૃતકના ભાઈના મોબાઈલ પર એક વીડિયો જોવા મળ્યો છે, જેમાં એક વ્યક્તિ તેના મૃતક ભાઈને માર મારી રહ્યો છે.તેમના ભાઈએ એફઆઈઆર લખાવી હતી.
આ વીડિયો મનાસાનો છે. પૂછપરછના નામે જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેનું નામ ભવરલાલ જૈન છે જે જાવરાના સરસીના રહેવાસી હતા. શનિવારે સવારે માણસા રામપુરા રોડ પર મૃત હાલતમાં મળી આવ્યાં હતા. વીડિયોમાં ભવરલાલ જૈનને પૂછવામાં આવી રહ્યું છે કે 'શું તમે મુસ્લિમ છો' અને તેમની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. મૃતકનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં બાદ તેના પરિવારજનોને તેની જાણ થઈ હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29