ગીર સોમનાથના ઉના પંથકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્ર, વડોદરા અને સુરતમાં વરસાદી માહોલ
અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ થઇ ગઇ છે. મા દુર્ગાનું શક્તિ અને આરાધનાનું આ પર્વ લોકો હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે.રાજ્યમાં સવારથી જ મંદિરોમાં ભક્તોનું ધોડાપુર જામ્યું છે.બીજી બાજુ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ છવાયો છે. બે વર્ષથી કોરોનાને કારણે ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી શક્યા ન હતા. જેથી આ વખતે ખેલૈયાનો જુસ્સો ડબલ છે. ગુજરાતીઓ નવરાત્રીમાં વરસાદ વિલન ન બને તેવી જ પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે,આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, અમદાવાદ, વડોદરા અને સુરતમાં વરસાદી માહોલ છે. ગીર સોમનાથના ઉના પંથકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે.જેને કારણે અમદાવાદીઓ ચિંતામાં મુકાયા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે.પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યુ કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે.
નવરાત્રીના દિવસોમાં વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યું કે આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 28થી 2 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તારીખ પાંચમી સુધીમાં દરિયા કિનારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01