Fri,19 April 2024,4:08 am
Print
header

Big News- ગુજરાતમાં નવરાત્રિમાં શેરી ગરબાને સરકારે આપી મંજૂરી, પાર્ટી પ્લોટમાં નહીં યોજાય ગરબા

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી ન હતી.પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા ગુજરાતમાં શેરી ગરબા અને સોસાયટીમાં ગરબાને મંજૂરી આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી નથી.આ સાથે રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ  આવતીકાલથી રાત્રે કર્ફ્યૂનો સમય 1 કલાકનો વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. 

રાત્રિ કર્ફ્યૂની મુદત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકારે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે મહાનગરોમાં રાત્રિના 12 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નથી અપાઇ.ગયા વર્ષે રાજ્ય સરકારે માત્ર આરતી પૂરતી જ મંજૂરી આપી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch