Fri,19 April 2024,8:53 am
Print
header

કચ્છના આ જાણીતા મંદિરમાં કોરોનાને કારણે નહીં થાય નવરાત્રિ, અહી મોદી-રવિન્દ્ર જાડેજા પણ નમાવી ચૂક્યા છે શીશ

કચ્છ: કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે આ વર્ષે તમામ જાહેર તહેવારો (Festivals) અને મેળા બંધ રહ્યા છે. ગુજરાતી (Gujarati)ઓના સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ (Navratri) આ વર્ષે કોરોના વાયરસ (Coronavirus)ને કારણે બંધ રહી શકે છે. નવરાત્રિ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે પરંતુ આયોજકો કોરોના સંક્રમણને લઈને કોઈ જોખમ લેવા તૈયાર નથી. અનેક મોટા શહેરોના પાર્ટી પ્લોટ, ક્લબોમાં યોજાતા ગરબા (Garba) મોકૂફ રાખ્યા હોવાની જાહેરાત થઈ છે.

નવરાત્રિના(World's Longest Dance Festival) દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભક્તો માતાજીની આરાધના કરવા માટે તત્પર છે. નવરાત્રિમાં દર્શનાર્થે જવાના આયોજનો કરતા હોય છે. બીજી તરફ સરકાર દ્વારા હજી નવરાત્રિ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના પ્રસિધ્ધ મંદિરો દ્વારા મંદિર બંધ રાખવાના નિર્ણયો સ્વેચ્છાએ લેવામાં આવી રહ્યા છે.

કચ્છનું સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ (Mata No Madh) આશાપુરાનું મંદિર (Maa Ashapura Temple) નવરાત્રિના દિવસોમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  મંદિર પ્રસાશન દ્વારા કોરોનાની મહામારીમાં માતાના ભક્તોને કોરોનાનું સંક્રમણ ન થાય તેને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આશાપુરા માતાના મઢમાં આસો નવરાત્રિમાં ફક્ત પૂજન અને ઘટ સ્થાપના જ થશે. ભક્તો માટે માતાજીના દર્શન બંધ રાખવામાં આવ્યા છે.  

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)નો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravidra Jadeja) નિયમિત રીતે માતાના મઢમાં દર્શન કરવા આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ચૂંટણી વખતે અહીં દર્શનાર્થે આવ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch