Wed,24 April 2024,10:40 pm
Print
header

કેપ્ટનના વિરોધ વચ્ચે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવાયા, હવે કેપ્ટન અને સિંદ્ધુ વચ્ચે ખરાખરીનો જંગ જામશે

ચંદીગઢઃ આખરે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યાં છે. તેમની સાથે ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા છે. સંગતસિંહ, કુલજીત નાગરી, પવન ગોયલ અને સુખવિંદર ડૈનીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, સિદ્ધુ સુનીલ જાખડનું સ્થાન લેશે. આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે આ સ્થિતિમાં કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે નવજોત સિદ્ધુના નામ પર મ્હોર મારી છે. આગામી સમયમાં સિદ્ધુ સામે અનેક પડકારો હશે, જેનો તે સામનો કેવી રીતે કરશે તેના પર નજર રહેશે.

થોડા દિવસોથી સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન મળી શકે છે તેવી અટકળો થઈ રહી છે. સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના નિર્ણયથી મુખ્યપ્રધાન અમરિંદર નારાજ  છે તેમને સોનિયા ગાંધીને પણ કહી દીધું હતુ કે પંજાબની રાજનીતિથી તેઓ દૂર કરે તો સારૂં તેમ છંતા કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુને કમાન સોંપી દીધી છે હવે કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે રાજનીતિ તેજ બની શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch