Tue,08 October 2024,8:05 am
Print
header

દિલ્હીમાં ભાજપના નેતાની કાર પર ફાયરિંગ, ગેંગસ્ટરે ફેંકી છેલ્લી ચેતવણીની ચિઠ્ઠી- Gujarat Post Delhi

Delhi Crime News: દિલ્હીના ઉત્તમ નગર ગુરુદ્વારાની બહાર પાર્ક કરેલા વાહન પર અજાણ્યા બદમાશો દ્વારા ફાયરિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, બદમાશોએ ગેંગસ્ટર ગોગી માનના નામે એક ધમકીની નોટ પણ છોડી છે. સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, એક બદમાશ પીડિત શીખ નેતા રમનજોત સિંહની કાર પર ગોળીબાર કર્યો હતો અને ધમકીની ચિઠ્ઠી નાખીને ભાગી ગયો હતો.

પીડિતે જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેને એક આંતરરાષ્ટ્રીય નંબર પરથી ખાલિસ્તાનીઓના નામે ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેના વિશે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આ પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં અને કેસની તપાસ કરી. જો કે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ બુલેટના શેલ મળ્યાં નથી અને પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં નિવેદન આપ્યું છે કે તેમને ફાયરિંગના કોઈ પુરાવા મળ્યાં નથી પરંતુ પીડિત બીજેપી નેતાનું કહેવું છે કે ફાયરિંગ થયું હતું.

રમનજોત સિંહ મીતા દિલ્હીની ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સૌથી યુવા સભ્ય છે.તેમણે અન્ય 1500 શીખો સાથે 27 એપ્રિલ 2024ના રોજ ભાજપમાં સભ્યપદ મેળવ્યું હતું. રમનજોત સિંહ મીતા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ, પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસા અને દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch