નર્મદા: આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની સજા સાંભળાવી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા કરવામાં આવી છે. ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા સહિત 9 લોકોને રાજપીપળા સેસન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ તમામ આરોપીને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને 96 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત 50 હજાર અલગથી દંડ ફટકારવામાં આવ્યો છે.
સમગ્ર મામલો શું છે ?
નવેમ્બર 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા મામલે વનકર્મીઓ પર હુમલો, તેમને માર મારવો અને હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ધરપકડ ટાળવા તેઓ એક મહિના સુધી ફરાર રહ્યાં હતા અને ત્યાર બાદ જાન્યુઆરી 2024માં તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતુ. આ કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કરીને સજા સંભળાવી છે.
ચૈતર વસાવા ગુજરાતમાં AAP ના કાર્યકારી પ્રમુખ પણ છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક જીત્યા પછી તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમની જીતથી AAP ને દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રદેશમાં મજબૂત પગપેસારો મળ્યો. વસાવાએ પોતાને આદિવાસી જમીન અધિકારોની હિમાયત કરતા એક અગ્રણી નેતા તરીકે સ્થાપિત કર્યા હતા. જોકે, તાજેતરના કોર્ટના ચુકાદાએ હવે તેમનો રાજકીય માર્ગ જટિલ બનાવી દીધો છે. અત્યાર સુધ, આ ચુકાદા અંગે AAP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી | 2026-06-26 19:21:02
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15