Thu,25 April 2024,1:42 pm
Print
header

સ્વ.નરેશ- મહેશને સુપરહીટ સાજન તારા સંભારણા ગીતને અનોખા મ્યુઝીક વીડિયોમાં રીલિઝ કરીને શ્રદ્ધાંજલી

જાણીતી મ્યુઝીક કંપનીએ રીલીઝ કર્યો વીડીયો, વીડિયોમાં હિતુ કનોડીયા અને અભિનેત્રી મમતા સોની, અરવિંદ વેગડા મ્યુઝીક આલ્બમનો હિસ્સો 

અમદાવાદઃ ઢોલીવુડના સુપરસ્ટાર સ્વ. નરેશ કનોડીયા (naresh kanodia) અને સંગીતકાર મહેશ કનોડીયા (mahesh kanodia)ની ખોટ વર્તાઇ રહી છે. જાણીતી મ્યુઝીક કંપની અલ્ટ્રા દ્વારા કનોડિયા બ્રધર્સને શ્રંધ્ધાજલી આપવા માટે તેમના સુપરહીટ ગીત સાજન તારા સંભારણાના ટાઇટલ ગીતને રીમેક (song remake) કર્યુ છે.આ મુળ ગીતનું ડાયરેક્શન ગોવિંદ પટેલે કર્યુ હતુ જેમાં નરેશ કનોડિયા, સ્નેહલતા  અને અરવિંદ રાઠોડ મુખ્ય ભૂમિકામાં હતાં. મૂળ ગીતનું મ્યુઝીક નરેશ કનોડિયાએ પોતે કમ્પોઝ કર્યું હતું, જ્યારે નવા ગીતને ગોવિદભાઇ પટેલના પુત્ર હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ કર્યુ છે. જેમાં અભિનેતા અને નરેશ કનોડીયાના પુત્ર હિતુ કનોડિયા અને અભિનેત્રી મમતા સોની જોવા મળ્યાં છે. 

ગીતમાં જાણીતા ગાયકો હિમાંશુ બારોટ અને નયના શર્માએ તેને સ્વર આપ્યો છે. જાણીતા મ્યુઝીક ડાયરેક્ટર મૌલિક મહેતાએ તેને કમ્પોઝ કર્યું છે. આ ગીત શ્રી નરેશ કનોડિયાની વર્ષ 1985ની સુપરહીટ ફિલ્મ “સાજન તારા સંભારણા”ના ટાઇટલ સોંગ (title song)ના જાદૂને ફરીથી પેદા કરે છે, આ નવા વીડિયોમાં પ્રખ્યાત ગુજરાતી રેપર અને લોકગાયક અરવિંદ વેગડા પણ છે, જેઓ કલાકારોની સાથે રેપનો થોડો હિસ્સો ગાઇ રહ્યાં છે, જેનાથી ગીત સમકાલીન બને છે આજના યુવાનો અને દર્શકો સાથે વધુ સુસંગત બને છે. ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch