રાજકોટઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.આ દરમિયાન કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ મેરેજ વખતે માં-બાપની હાજરી હોવી જોઈએ તેમ કહ્યું હતું.તેમના આ પ્રકારના નિવેદન બાદ અનેક સમાજમાં તેની ચર્ચા શરૂ થઈ છે.
ફતેસિંહ ચૌહાણે વિધાનસભામાં કહ્યું હતું કે, મા બાપની મંજુરી વિના લવ મેરેજ થતાં ક્રાઇમ રેશિયો ઉંચો જઇ રહ્યો છે. માતા પિતાની મંજુરીથી લવ મેરેજ થાય તો ક્રાઇમ રેટ 50 ટકા ઘટે. લવ મેરેજની નોંધણી અન્ય જિલ્લામાં કરે છે. કાયદામાં ફેરફાર કરી તેમાં સુધારો કરવો જોઇએ. અસામાજિક તત્વો દીકરીઓને પ્રલોભન આપીને લગ્ન કરે છે ત્યારે પરિવારજનોએ આત્મહત્યા કરવાનો વારો આવે છે. લવ- મેરેજ કરનાર દીકરીઓને સાસરીમાં સ્થાન ન મળે તો તેને પણ આત્મહત્યા કરવાનો વારો આવે છે. તેથી લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાની માંગ કરાઇ છે.
તેમના આ નિવેદન પર પાટીદાર અગ્રણી અને ખોડલધામના નરેશ પટેલે કહ્યું કે, પોતાની અંગત વાત છે. પરંતુ જે ગમતું હોય તે કરવું જોઈએ. જે બાદ તેમણે ઉમેર્યું, માં બાપ પણ સમજે આ 21મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા જોઇએ, 21મી સદીમાં આ એક સ્વતંત્ર વિચાર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
અધિકારીએ આત્મહત્યા કરી, CBI થી બચવા પત્નીએ 50 લાખ રૂપિયા ભરેલું પોટલું ફ્લેટની ગેલેરીમાં ફેંક્યું | 2023-03-26 11:23:02
પહેલા લાંચ લીધી અને પછી આત્મહત્યા કરી, રાજકોટમાં CBI એ 5 લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યાં હતા | 2023-03-25 11:40:42
મોડી રાત્રે ગુજરાતની જેલોમાં ચેકિંગ, ગાંજો અને અન્ય વસ્તુઓ કરાઇ જપ્ત- Gujarat Post | 2023-03-25 10:53:43