Sat,20 April 2024,4:52 pm
Print
header

આખરે નરેશ પટેલ પાણીમાં બેસી ગયા, રાજકારણમાં નહીં જોડાવાની કરી દીધી જાહેરાત- Gujarat Post

(ફાઇલ તસવીર)

ખોડલધામમાં બનાવાશે પોલિટિકલ એકેડમી

રાજનીતિમાં નહીં પરંતુ સમાજમાં સક્રિયતા વધારશે નરેશ પટેલ

વડીલોની રાજનીતિમાં નહીં આવવાની સલાહ હતી, યુવાનોની રાજકારણમાં જોડાવાની ઈચ્છતા હતા

રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવું કે નહીં તે મામલે મોટી જાહેરાત કરી છે. આખરે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે.સમાજના લોકોની લાગણીને જાણીને તેમણે આ નિર્ણય કર્યો હોવાની વાત કરી છે. રાજનીતિમાં નહીં પરંતુ સમાજમાં સક્રિયતા વધારવા તેમણે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું છે.

નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એક સર્વેમાં વડીલોની રાજનીતિમાં નહીં આવવાની સલાહ હતી, યુવાનોની  ઇચ્છા હતી કે હું રાજકારણમાં જોડાઉ, ખોડલધામમાં પોલિટિકલ એકેડમી શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી.નરેશ પટેલ છેલ્લા ઘણા મહિનાથી સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવી વાતો કરતા હતા, કયા પક્ષમાં જોડાશે તે નક્કિ ન હતુ,આ સમયગાળામાં તેઓ કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હીમાં મળ્યાં હતા. જેથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી.

થોડા સમય પહેલાં તેઓ સી.આર.પાટીલ સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જેને લઈને તેઓ ભાજપમાં જઇને કેસરિયો ધારણ કરશે તેવી વાતો હતી.આમ આદમી પાર્ટીએ પણ તેમને આમંત્રણ આપ્યું હતુ, પરંતુ તેમણે રાજનીતિમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જો કે તેઓ કોંગ્રેસમાં ગયા હોત તો ભાજપ તેમની સામે ષડયંત્રો શરૂ કરી દેશે તેવી પણ પાટીદાર સમાજમાં ચર્ચાઓ હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch