Sat,20 April 2024,1:25 pm
Print
header

મહારાષ્ટ્રના પૂર્વ CM અને કેંદ્રીય મંત્રી નારાયણ રાણેનો દાવો, માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં હશે BJPની સરકાર !

મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણને લઈને ફરી એક વખત ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેંદ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો છે કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રની આ પચરંગી સરકાર પડી જશે, અહીં BJPની સરકાર બનશે. શિવસેનાએ ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહાવિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું છે.

નારાયણ રાણેએ કહ્યું કે આ વાત મારા અંદરની છે, એટલા માટે હું તેને બહાર જણાવવા નથી માગતો.સરકાર બનાવવાની કે પાડવાની હોય છે ત્યારે વાતો સિક્રેટ રાખવી પડે છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનું નામ લઈને કહ્યું હતું કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવાની વાત તેમણે કહી છે.આ વાત તેમણે કરી છે તો એને સાચી કરવા સાબિત કરવા માટે અમે કામ કરીશું.

તેમણે ઉદ્ધવ ઠાકરે બાબતે જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે, એટલા માટે હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ ગઠબંધન સરકાર વધુ વખત નહી રહે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કરોડરજ્જુનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્રના ભાજપ-અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch