Wed,16 July 2025,8:16 pm
Print
header

અમદાવાદથી સોમનાથ ઝડપથી પહોંચાશે, નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને મળી મંજૂરી

  • Published By Dilip patel
  • 2025-07-01 15:12:44
  • /

ગીર સોમનાથઃ સોમનાથ અને દ્વારકા જતા લોકો માટે મહત્વનો અહેવાલ સામેે આવ્યો છે. આવનારા દિવસોમાં તેઓ ઓછા સમયમાં સરળતાથી અહીં પહોંચી શકશે. ગુજરાત સરકારે નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વેને મંજૂરી આપી છે. આ તેના નિર્માણ પછી, અમદાવાદથી સોમનાથનું અંતર અંદાજે 4 કલાકમાં પૂર્ણ થશે. એક્સપ્રેસ વેના નિર્માણ પછી મુસાફરીનો સમય 30% સુધી ઘટી જશે.

આ વર્ષના બજેટમાં આ બે એક્સપ્રેસવેની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેને મંજૂરી આપવામાં આવી છે. તેનું કામ 36 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. આ હાઇવે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી, અધિકારીઓને શક્ય એટલી વહેલી તકે ગ્રાઉન્ડ વર્ક શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યાં છે. બંને એક્સપ્રેસવેનો ઉદ્દેશ ગુજરાતના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ જોડાણને મજબૂત બનાવવાનો છે.

આ પ્રવાસન સ્થળો એક્સપ્રેસવે દ્વારા જોડાયેલા રહેશે

નવો એક્સપ્રેસ- વે અંબાજી, ધરોઈ, પોલો ફોરેસ્ટ, મોઢેરા, બેચરાજી, જામનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા પ્રવાસન સ્થળોને જોડશે. આ સાથે બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર, કોડીનાર અને ધોલેરા સહિતના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો સાથે જોડાણ વધશે.

બે મેગા એક્સપ્રેસવેની ખાસ વાતો

સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે: ખર્ચ- ₹57,120 કરોડ
નમો શક્તિ એક્સપ્રેસવે: ખર્ચ- ₹36,120 કરોડ
કુલ ખર્ચ: ₹93,240 કરોડ
કુલ લંબાઈ: 1,110 કિમી

આ જિલ્લાઓને જોડવામાં આવશે

અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ.

એક્સપ્રેસ વે પર 42 ઇન્ટરચેન્જ બનાવવામાં આવશે

એક્સપ્રેસવે સાથે જોડાણ સુનિશ્ચિત કરવા માટે લગભગ 42 ઇન્ટરચેન્જ બનાવવામાં આવશે. ઉપરાંત, હાઇવે પર દર 50 કિ.મી પર હળવા અને ભારે વાહનો માટે પાર્કિંગ, શૌચાલય, ગુણવત્તાયુક્ત ખોરાક અને રસ્તાની બાજુમાં અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં ખાણી-પાણીની દુકાનો, ઇંધણ સ્ટેશનો, તબીબી સેવાઓ અને અન્ય આવશ્યક સુવિધાઓનો સમાવેશ થાય છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch