Wed,15 July 2026,1:17 am
Print
header

જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા

  • Published By dilip patel
  • 2026-07-06 19:14:09
  • /
  • કંપનીના કર્મચારીઓ માટે યોજાઈ હતી સ્પેશિયલ પાર્ટી
  • દરેક મહિલાને ₹10,000 ચૂકવાયા હતા
  • રિસોર્ટમાં લોકોની રજીસ્ટર એન્ટ્રી વગર જ રૂમ અપાયા હતા
  • પાર્ટી માટે યુપી, બંગાળની યુવતીઓ બોલાવવામાં આવી હતી

દેહરાદૂનઃ નૈનીતાલના રામનગર સ્થિત સાવલ્દે વિસ્તારમાં આવેલા એક્રોન રિસોર્ટમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ દેહ વ્યાપાર, દારૂ પાર્ટી અને અશ્લીલ પ્રવૃત્તિઓનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને રામનગર પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે આ દરોડા કર્યાં હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી એક સગીરા સહિત 10 મહિલાઓ અને 52 પુરુષોની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઉમેન્દ્ર છે, જે મેરઠના મુલતાન નગરનો રહેવાસી છે. ઉમેન્દ્ર મેરઠ અને બુલંદશહેરમાં જંતુનાશકો અને કૃષિ સાધનો બનાવવાનો મોટો વ્યવસાય ધરાવે છે. તેણે પોતાની કંપનીના સહયોગીઓ અને કર્મચારીઓના મનોરંજન માટે નૈનિતાલના આ રિસોર્ટમાં ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. ઉમેન્દ્રએ 10 દિવસ પહેલા જ રામનગર આવીને રિસોર્ટમાં 2.20 લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા. આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં મેરઠના કરીમ નગરનો રહેવાસી મેહરાજુદ્દીન પણ હાજર હતો, જેની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, મુખ્ય આરોપી ઉમેન્દ્રએ રિસોર્ટના જનરલ મેનેજર લખેન્દ્ર ચૌધરીનો સંપર્ક કરીને દારૂ, યુવતીઓ અને અન્ય અશ્લીલ સુવિધાઓ પૂરી પાડવા કહ્યું હતું. કંપનીના જ એક કર્મચારી રાહુલ ગુપ્તા ઉર્ફે સની દ્વારા પ્રતિ યુવતી 10,000 રૂપિયા ચૂકવીને અલગ-અલગ રાજ્યો અને વિદેશથી યુવતીઓને બોલાવવામાં આવી હતી.

દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી આવેલા પુરુષો રિસોર્ટમાં દારૂની પાર્ટી કરી રહ્યાં હતા અને ડાન્સ કરતી મહિલાઓ પર પૈસા ઉડાવીને અશ્લીલ કૃત્યો કરી રહ્યાં હતા. પકડાયેલી 10 મહિલાઓમાં એક સગીરા પણ છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રિસોર્ટ મેનેજમેન્ટ દ્વારા એન્ટ્રી રજિસ્ટરમાં કોઈ પણ ગ્રાહક કે યુવતીના નામની નોંધણી કરી ન હતી. આ ગંભીર બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને પગલે પોલીસે રિસોર્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે.

પોલીસે ઘટના સ્થળેથી દારૂના 3 બોક્સ અને બીયરનું 1 બોક્સ,  રૂ.10ની નકલી નોટોના 24 બંડલ. 1 લેપટોપ અને 3 મોબાઈલ ફોન, મ્યુઝિક સિસ્ટમ અને સાઉન્ડ બોક્સ તથા અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch