Thu,25 April 2024,8:32 pm
Print
header

ઇઝરાયલના નવા PM નફ્તાલી બેનેટને બાઇડને આપી શુભકામના, નેતન્યાહૂના 12 વર્ષના શાસનનો અંત

અલ તવીવઃ ઈઝરાયલની યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટને પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે જ દેશમાં એક યુગની શરૂઆત અને એક યુગનો અંત થયો છે. નફ્તાલી બેનેટને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને શુભેચ્છા પાઠવી છે ઉપરાંત તેમની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પીએમ નફ્તાલીએ શપથ ગ્રહણ બાદ જાહેરાત કરી કે દેશમાં અલગ અલગ વિચારધારાવાળા લોકો સાથે મળીને કામ કરશે. ઇઝરાયલની 120 સભ્યોની સંસદ નેસેટમાં 60 સભ્યોએ પક્ષમાં અને 59 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું. એક સભ્ય ગેરહાજર રહ્યો હતો.પાતળી બહુમતથી તેઓ નવા પ્રધાનમંત્રી બન્યાં છે.

નવી સરકારમાં 27 મંત્રીઓ છે જેમાંથી 9 મહિલાઓ છે. નવી સરકારે અલગ અલગ વિચારધારાના પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે. યેશ અતિદ પાર્ટીની મિકી લેવીને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યાં, ઈઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ ડિફેંસ ફોર્સિસના એલીટ કમાંડો યુનિટ સાયરેત મટકલ અને મગનલના કમાંડો રહી ચુક્યા છે 2006માં બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં તેઓ રાજકારણમાં આવ્યાં હતા. જે બાદ નેતન્યાહૂના ચીફ ઓફ સ્ટાફ બનાવાયા હતા. 2012 થી 2020 દરમિયાન તેઓ 5 વખત ઈઝરાયલના સંસદ રહી ચુક્યાછે.  દેશના રક્ષામંત્રી પણ રહ્યાં હતા હવે દેશમાં નેતન્યાહૂના 12 વર્ષના શાસનનો અંત આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch