(file photo)
100 જગ્યાએ ચાલી રહ્યાં છે NIAના દરોડા
NIA સંગઠન સાથે જોડાયેલા PFI નેતાઓ અને ઓફિસોમાં સર્ચ
અગાઉ NIAએ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પાડ્યા હતા દરોડા
NIA Raid: કેરળ અને તમિલનાડુમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે. NIAએ કેરળમાં 50 સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે સવારથી આ કાર્યવાહી ચાલી રહી છે. PFI ટેરર મોડ્યુલને લઈને NIAના નિશાના પર છે. NIA ટેરર મોડ્યુલની તપાસ કરી રહી છે. પીએફઆઈના નેતાઓ અને આ સંગઠન સાથે સંકળાયેલી ઓફિસની શોધખોળ ચાલુ છે. NIAએ PFI ટેરર મોડ્યુલને લઈને કેરળમાં મોટી કાર્યવાહી કરી છે.કેરળમાં આજે સવારથી લગભગ 100 સ્થળોએ NIAના દરોડા ચાલુ છે. NIA PFIના નેતાઓ અને આ સંગઠન સાથે સંકળાયેલી ઓફિસની શોધ કરી રહી છે.
In major action being taken across 10 states, NIA, ED along with state police have arrested over 100 cadres of PFI: Sources pic.twitter.com/RPXBFxg1m2
— ANI (@ANI) September 22, 2022
કેરળના તિરુવનંતપુરમાં NIA અને ED મધરાતથી PFI કેડર્સ ઘરો, OMA સલામ, PFI અધ્યક્ષના ઘર સહિત જિલ્લા સ્તરના નેતાઓ ઉપરાંત મંજેરી, મલપ્પુરમ જિલ્લામાં અને PFI કચેરીઓ પર દરોડા પાડીને સર્ચ કરી રહી છે.
Tamil Nadu | NIA searches PFI office bearer houses at several places in Tamil Nadu including Coimbatore, Cuddalore, Ramnad, Dindugal, Theni and Thenkasi. Searches also being conducted at the Chennai PFI State Head office at Purasawakkam. https://t.co/ofDeGm4PLH
— ANI (@ANI) September 22, 2022
અગાઉ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ કથિત રીતે આતંકવાદી કૃત્યો કરવા અને વિવિધ જૂથો વચ્ચે ધર્મના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે તાલીમ શિબિરોનું આયોજન કરવા સંબંધિત કેસમાં તેલંગાણામાં 38 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, તેલંગાણામાં 38 સ્થળો અને આંધ્રપ્રદેશમાં બે સ્થળોએ કરાયેલી સર્ચ દરમિયાન ચાર લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. અધિકારીએ જણાવ્યું ઓપરેશન દરમિયાન ડિજિટલ સાધનો, દસ્તાવેજો, બે ખંજર અને 8.31 લાખ રૂપિયાથી વધુ રોકડ સહિતની ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. NIA, ED દ્વારા 10 રાજ્યોમાં પીએફઆઈ કેડર્સ સામે વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસ શરૂઆતમાં 4 જુલાઈના રોજ તેલંગાણાના નિઝામાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ દરમિયાન ચાર આરોપીઓ-અબ્દુલ કાદર, શેખ સહદુલ્લાહ, મોહમ્મદ ઈમરાન અને મોહમ્મદ અબ્દુલ મોબીનની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં NIAએ તપાસને આગળ વધારવા માટે 26 ઓગસ્ટના રોજ ફરીથી કેસ નોંધ્યો હતો,એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે તેલંગાણામાં 38 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા, સૌથી વધુ દરોડા નિઝામાબાદમાં 23 પર કરવામાં આવ્યા હતા, જગત્યાલમાં સાત, હૈદરાબાદમાં ચાર, નિર્મલમાં બે અને આદિલાબાદ અને કરીમનગર જિલ્લામાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03