Wed,24 April 2024,1:10 am
Print
header

મહારાષ્ટ્ર સરકાર પર આવેલી આફત વચ્ચે શરદ પવારે આપ્યું મોટું નિવેદન- Gujarat post

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ  

વર્તમાન સ્થિતિમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પાસે 153 ધારાસભ્યો

મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ત્યારે ખળભળાટ મચી ગયો છે જ્યારે સામે આવ્યું છે કે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે 20 જેટલા ધારાસભ્યોને લઈને સુરતની હોટલમાં ધામા નાખ્યાં છે. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતી છે.ઉદ્ધવ સરકારની ખુરશી હલી ગઈ છે.શિવસેના સરકારના મંત્રી એકનાથ શિંદે નારાજ હોવાનું સામે આવ્યું છે. શિંદે પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં રોકાયા છે.

એકનાથ શિંદે (Eknath Shinde) મહાગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. શરદ પવારે કહ્યું  મહારાષ્ટ્રમાં ત્રીજી વખત સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

શરદ પવારે કહ્યું કે એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માંગતા હતા.તેમણે કહ્યું કે આજે જે સ્થિતિ છે તે જોયા બાદ મને લાગે છે કે કોઇ રસ્તો નીકળશે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે.

2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા. તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઈડલાઈન કર્યાં હતા.વિધાનસભામાં 288 ધારાસભ્યો છે. એટલે કે સરકાર માટે 144 ધારાસભ્યોની જાઈએ. વર્તમાન સ્થિતિમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પાસે 153 ધારાસભ્યો છે.ભાજપની પાસે 106 ધારાસભ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch