Sat,20 April 2024,9:14 am
Print
header

મુન્દ્રા ડ્રગ્સ કેસ: ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડને પાર થઇ શકે છે, સુરક્ષા એજન્સીઓની તપાસ તેજ

કચ્છઃ મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં આરોપી દંપતિના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.આ કેસમાં ડીઆરઆઈ દ્વારા ચેન્નઇથી દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈએ ઝડપેલા બે કન્ટેનરમાંથી ઝડપાયેલા 2999 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડ જેટલી છે. મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા 2,999 કિલોગ્રામ હેરોઈનનો મામલો ‘વર્લ્ડ લાર્જેસ્ટ હેરોઈન કેસ’ બનવાની શક્યતાઓ છે.

પકડાયેલો હેરોઈનનો જથ્થો ઉચ્ચ ક્વોલિટીનો છે.જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો લગભગ સાત કરોડ જેટેલી કિંમત આંકવામાં આવે છે. આ હેરોઈનની કુલ કિંમત આશરે 20 હજાર કરોડ પર પહોંચી છે, જે દુનિયાભરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એકસાથે પકડાયેલા હેરોઇનનો સૌથી મોટો જથ્થો બની શકે છે. જો કે  હજુ ડીઆરઆઇના સત્તાવાર સૂત્રો કિંમત અંગે કોઈ ફોડ પાડ્યો નથી.

ઉલ્લેખનીય છે કે DRI એ મુન્દ્રા અદાણી બંદરે આવેલા બે કન્ટેનરમાં તપાસ કરતા બંને કન્ટેનરોમાં ટેલ્કમ પાવડરની આડમાં 20 કિલોની કેપિસિટી ધરાવતી અનેક બેગ મળી આવી હતી.જેની તપાસમાં 2,999 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. ડીઆરઆઇ, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી બોટમાંથી રવિવારે પણ બીજો 50 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે.તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. ત્યારે બે જુદા જુદા ડ્રગ્સ કેસમાં હજુ અનેક મોટા ઘટસ્ફોટ થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch