Salman Khan News: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બનતો જાય છે. જેમની હત્યા થઇ છે તે બાબા સિદ્દીકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે તેમની ગાઢ મિત્રતા હતી. હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે.
મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પહેલા મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
મુંબઈ પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પાણીપતથી લોરેન્સ બિશ્નોઈના આ શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. લૉરેન્સ અને ગોલ્ડી બ્રારના કહેવા પર સુખાએ વર્ષ 2022માં મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેસી કરાવી હતી. રેકી પછી સુખો સલમાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો. બિશ્નોઈના શૂટરોએ વર્ષ 2022માં સલમાનને મારવા માટે ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી હતી, પરંતુ હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.
સલમાન ખાન સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અભિનેતાનો પરિવાર અને તેના મિત્રો બહાદુરી બતાવી રહ્યાં હોવા છતાં તે અંદરથી ખૂબ જ પરેશાન અને ડરેલા છે. તેઓ એવી આશા પણ સેવી રહ્યાં છે કે સરકાર અને પોલીસ આ કેસ સાથે સંબંધિત સાચા ગુનેગારને પકડી લેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32