Sat,20 April 2024,7:40 pm
Print
header

મહાનાયક અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક કોરોના પોઝિટિવ, નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Big-Bના પરિવાર અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો 

મુંબઇઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ખુદ અમિતાભ બચ્ચને  ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમને લખ્યું છે કે મારો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ આવતા હું નાણાવટી હોસ્પિટલમાં દાખલ છું, મારા પરિવારના બધા સભ્યોનો અને મારા ઘરમાં કામ કરનારા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે અને તેમના રિપોર્ટ આવવાના બાકી છે. 

અમિતાભે જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યાં હોય તે તમામ લોકો તાત્કાલિક કોરોનાનો રિપોર્ટ કઢાવી લે અને પોતાની તબિયતનું ધ્યાન આપે, અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા જ કોણ બનેગા કરોડપતિનું શુટિંગ શરૂ કર્યું હતુ, જેથી તેમને કોઇ જગ્યાએથી કોરોનાનો ચેપ લાગ્યો છે, ત્યારે અમિતાભ બચ્ચનને કોરોનાનું સંક્રમણ થતા તેમના લાખો ચાહકો ચિંતામાં મુકાઇ ગયા છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch