Wed,17 April 2024,3:56 am
Print
header

મુંબઇ એરપોર્ટ પર સેન્ડલમાં છુપાવીને લવાયેલું કોકેઇન ઝડપાયું, અંદાજે 4.9 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત- Gujarat Post

ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ

કરોડો રૂપિયાનો નશાનો સામાન જપ્ત

મુંબઇઃ ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો મુંબઇ એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યો છે, મુંબઇ એરપોર્ટ પર વિદેશથી આવેલી મહિલાએ તેના સેન્ડલમાં કોકેઇન છુપાવ્યું હતુ, એજન્સીએ તેની તપાસ કરતા તેની પાસેથી આ ડ્રગ્સ ઝડપાઇ ગયું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 4.9 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે.

છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મહિલાની પૂછપરછ કરી છે અને તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે, 490 ગ્રામ કોકેઇન કોને આપવાનું હતુ તેની તપાસ થઇ રહી છે. આ ડ્રગ્સ છુપાવવા માટે સેન્ડલમાં ખાસ જગ્યા બનાવવામાં આવી હતી. અગાઉ પણ આ મહિલાએ વિદેશથી ભારત આવીને ડ્રગ્સની સપ્લાય કરી છે કે નહીં તેની તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch