મુંબઇ: યૌન શૌષણ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું છે. આવતીકાલે ગુરૂવારે અનુરાગ કશ્યપને પોલીસ સ્ટેશન પહોંચવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે સવારે 11 વાગ્યે અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસ સ્ટેશનમાં હાજર થશે.
બોલિવૂડ એકટ્રેસ પાયલ ઘોષે કથિત રીતે અનુરાગ પર સાત વર્ષ પહેલા બળાત્કાર કર્યાનો આરોપ મૂકયો છે.થોડા દિવસ પહેલા પાયલે વીડિયો જાહેર કરીને અનુરાગ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા.પાયલે વીડિયોમાં કહ્યું હતું કે તેની અને અનુરાગ કશ્યપની મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. જે બાદ તે અનુરાગને મળી હતી.ત્રીજી મુલાકાત વખતે અનુરાગે પાયલને ઘરે બોલાવી હતી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ પાયલનું કહેવું છે.
એકટ્રેસ પાયલના વકીલ નિતિન સતપૂતે જણાવ્યું હતું કે, અનુરાગ કશ્યપ સામે લેખિત ફરિયાદ નોંધાવાઈ છે.કલમ 376, 354, 341 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
બીજી તરફ ફિલ્મ મેકલ અનુરાગ કશ્યપે પાયલ ઘોષ દ્વારા લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું.અનુરાગ કશ્યપના સમર્થનમાં તાપસી પન્નુ સહિતની ઘણી એકટ્રેસ ઉતરી આવી હતી. કશ્યપની બંને પૂર્વ પત્નીઓએ પણ તેનો બચાવ કર્યો હતો.પાયલની ફરિયાદને તેમણે સૌથી વાહિયાત સ્ટન્ટ ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોમવારે પાયલે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે સાથે સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરીને અનુરાગ કશ્યપની ધરપકડની માગ કરી હતી. રામદાસ અઠાવલેએ કહ્યું હતું, પાયલ ઘોષે રાજયપાલને આવેદનપત્ર આપીને પોતાના માટે સુરક્ષાની અને અનુરાગ કશ્યપની ધરપકડની માગ કરી છે. તેણે પોલીસ ફરિયાદ કર્યાના આઠ દિવસ થઈ ગયા હોવા છતાં અનુરાગ કશ્યપ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, અનુરાગ કશ્યપ સામે કાર્યવાહી કરવા માટે રામદાસ અઠાવલે અને પાયલ ઘોષે મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનરની મુલાકાત કરી હતી.ઉપરાંત મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી સાથે પણ મુલાકાત કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46