Sat,20 April 2024,12:20 am
Print
header

શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost

એનસીપી-કૉંગ્રેસ સાથે ગઠબંધન છે ભાજપ સાથે હાથ મિલાવવાનો કોઈ સવાલ જ નથી

બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી સેનાભવનમાં પ્રવેશ નહીં

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ તબિયત ખરાબ હોવા છતા પોતે મોરચો સંભાળ્યો છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ વર્ચૂયલ હાજરી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપતા કહ્યું કે એનસીપી-કૉંગ્રેસ સાથે ગઠબંધન છે ભાજપ સાથે હાથ મિલાવવાનો કોઈ સવાલ જ નથી.

આ બેઠકમાં બળવાખોર ધારાસભ્યો પર ઉદ્ધવ વરસ્યા હતા, બળવાખોર શિંદે ગ્રુપ સામે ઉદ્ધવ ઠાકરે વધુ આક્રમક જોવા મળ્યાં છે. શિવસેનાએ 3 મહત્વના પ્રસ્તાવ પસાર કર્યા છે. શિવસેનાના નામનો ઉપયોગ કોઈ પણ નહીં કરી શકે, બળવાખોરો સામે ઉદ્ધવ કાર્યવાહી કરશે. બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી સેનાભવનમાં પ્રવેશ નહી.

શિવસેનાના કાર્યકરોએ એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસમાં તોડફોડ કરી છે.થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ પર શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો હતો.ઉપરાંત શિંદેના નજીકના ધારાસભ્ય તાનાજી સાવંતના પુણે સ્થિત ઘર અને ઓફિસમાં તોડફોડ કરાઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે શરદ પવારની સાથે બે કલાક મીટિંગ કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch