Sat,20 April 2024,1:34 am
Print
header

બપ્પી લહેરી પંચમહાભૂતમાં વિલીન, પુત્રએ આપી મુખાગ્ની- Gujarat Post

મુંબઈઃ ડિસ્કો કિંગ બપ્પી લહેરી (ઉ.વ.69) ના અવસાનથી મનોરંજન ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો લાગ્યો છે. બુધવારે તેમનું નિધન થયું હતું. મોડી રાત્રે તેમનો પુત્ર વિદેશથી પરત ફર્યાં બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. મુંબઈના વિલે પાર્લેના પવન હંસ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થયા.તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.

70-80ના દાયકમાં બપ્પી લહેરીએ અનેક સુપરહિટ અને આઇકોનિક ગીત આપ્યા હતા. તેમના ગીતો આજે પણ લોકપ્રિય છે. આજની નવી પેઢી તેમના ગીતોની દીવાની છે. તેમનું ગીત ડિસ્કો ડાન્સર જબરદસ્ત હિટ થયું હતું,ત્યારથી સિંગરને ડિસ્કો કિંગના નામથી ઓળખવામાં આવતા હતા.

બપ્પી લહેરી ઘણા દિવસોથી બીમાર હતા. તેઓ ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા અને રીકરેંટ ચેસ્ટ ઈન્ફેક્શનથી પીડાતા હતા. તેને કારણે 29 દિવસ હોસ્પિટલમાં રહ્યાં બાદ ડિસ્ચાર્જ કરાયા હતા. પરંતુ બાદમાં તબિયત વધુ લથડતાં હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતા. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પુત્રીના ખોળામાં સિંગરે અંતિમ શ્વાસ લીધા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch