Wed,14 May 2025,1:05 pm
Print
header

મુંબઈમાં યશશ્રી શિંદેની ક્રૂર રીતે હત્યા કરનારો દાઉદ શેખ ઝડપાયો, પ્રાઇવેટ પાર્ટ સહિત અનેક જગ્યાએ માર્યાં હતા છરીના ઘા- Gujarat Post

Mumbai Crime News: 25 જુલાઈએ મહારાષ્ટ્રના નવી મુંબઈનો ઉરણ વિસ્તાર યશશ્રી હત્યાકાંડથી હચમચી ગયો હતો. 20 વર્ષની યશશ્રીની તેના પ્રેમી દાઉદ શેખે ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને રેલવે સ્ટેશન પાસેની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી દાઉદ શેખની કર્ણાટકના ગુલબર્ગાથી ધરપકડ કરવામાં આવી છે. હત્યાના દિવસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં યશશ્રી આગળ જતી જોવા મળી હતી અને દાઉદ તેની પાછળ ચાલતો જોવા મળ્યો હતો.

20 વર્ષની યશશ્રી શિંદેની ઘાતકી હત્યાથી મુંબઈમાં ખળભળાટ મચી ગયો હતો. તે ગુરુવારે ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ શુક્રવારે રાત્રે ઉરણ તાલુકાના કોટનાકામાં પેટ્રોલ પંપ નજીક નિર્જન રસ્તા પરથી તેની લાશ મળી આવી હતી. ચહેરો સાવ વિકૃત થઈ ગયો હતો. તેની કમર અને પીઠ પર છરી વડે હુમલાના અનેક નિશાન હતા. તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજાના નિશાન હતા.

આ ઘટના બાદ પોલીસ દાઉદને શોધી રહી હતી અને તેને પકડવા માટે 4 ટીમો બનાવવામાં આવી હતી. ઉરણ પોલીસની બે ટીમ કર્ણાટક ગઈ હતી, જ્યારે બે ટીમ મહારાષ્ટ્રમાં આરોપીઓને શોધવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન ઉરણ પોલીસે કર્ણાટકના મોહસીન નામના અન્ય એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર મોહસીન યશશ્રી શિંદેના સંપર્કમાં પણ હતો, જેના કારણે દાઉદ શેખ અને યશશ્રી શિંદે વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

સોમવારે ભાજપ અને યુબીટીના નેતાઓ પીડિતાના ઘરે પહોંચ્યાં હતા અને મહારાષ્ટ્ર સરકાર પાસે ગુનેગાર સામે કડક કાર્યવાહીની માંગ કરી. ઘટનાના દિવસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 25 જુલાઈના રોજ  યશશ્રી સીસીટીવી ફૂટેજમાં જ્યાંથી ઝાડીઓમાં તેની લાશ મળી આવી તે રસ્તે જતી જોવા મળે છે. થોડા સમય પછી દાઉદ શેખ એ જ રસ્તા પર તેની પાછળ ચાલતો જોવા મળે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch