Thu,25 April 2024,1:20 pm
Print
header

ઘર વાપસી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય CM મમતા બેનર્જીની હાજરીમાં TMCમાં જોડાયા

કોલકત્તાઃ મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી મુકુલ રોયે ભાજપથી દૂરી બનાવી હતી. તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂને મુકુલ રોયની બિમાર પત્નીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બાદમાં અટકળો ચાલી રહી હતી કે રાજકીય સમીકરણોમાં બદલાવ થઈ શકે છે.મુકુલ રોયે ટીએમસીમાં સામેલ થવા પર કહ્યું ઘરે પાછા આવીને સારૂ લાગી રહ્યું છે. બંગાળ મમતા બેનર્જીનું છે અને રહેશે. હું ભાજપમાં ન હતો રહી શકતો.

મમતા બેનર્જીએ કહ્યું કે મને ખુશી છે કે મુકલુ ઘરે પરત ફર્યાં છે ભાજપમાં ગયેલા ઘણા નેતાઓ પરત આવવા માંગે છે અમે ક્યારેય કોઈની પાર્ટી નથી તોડી. અમે એજન્સીનો ઉપયોગ નથી કર્યો જે લોકો આવવા માંગે છે તેઓ પાર્ટીમાં આવી રહ્યાં છે. માત્ર ઈમાનદાર નેતાઓ માટે ટીએમસીમાં જગ્યા છે.

મુકુલ રોયને ભાજપે કૃષ્ણનગર ઉત્તર સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતા. તેમણે TMCના ઉમેદવાર કૌશાની મુખર્જીને 35 હજારથી વધુ મતથી હરાવ્યાં હતા. મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોયને પણ ભાજપે ટિકીટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા હવે પિતા-પુત્ર બંને જ TMCમાં સામેલ થયા છે. મુકુલ રોય અને તેમના પુત્રને TMC માં સામેલ થશે એવી શક્યતા ચૂંટણીનાં પરિણામો બાદથી જ લગાડવામાં આવતી હતી.છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પાર્ટીની બેઠકમાં પણ સામેલ થતા ન હતા. ભાજપે કારણ આપ્યું હતું કે તેમની પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ બેઠકમાં નથી આવતા. તેમના પુત્ર શુભ્રાંશુએ પણ થોડા દિવસ પહેલાં જ પોતાના ફેસબુક પરથી ભાજપ સામે નિશાન સાધ્યું હતું. ત્યારે હવે આ ભાજપ માટે મોટો ફટકો ગણી શકાય, વિધાનસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ ભાજપમાં ગયા હતા જો કે હવે નેતાઓનો ભાજપથી મોહભંગ થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch