Fri,19 April 2024,6:51 am
Print
header

મુકેશ-નીતા અંબાણી દાદા-દાદી બન્યા, આકાશ-શ્લોકા મહેતાના ઘરે પુત્રનો જન્મ

મુંબઈ: દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ગયા છે.  રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીનાં પત્ની શ્લોકાએ સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. 9 માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ, દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.  

અંબાણી પરિવારના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે ભગવાન કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના ઘરે પુત્રનો જન્મ થયો છે. માતા અને બાળક બન્નેની તબિયત સારી છે. નવા મહેમાનના આગમનથી અંબાણી અને મહેતા પરિવારમાં ખુશીનો માહોલ છે.

ગોવાના તાજ એક્જોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી.આ સમયે બંનેએ ફોટોશૂટ પણ કરાવ્યું હતુ. આકાશ અંબાણીએ આ જ સમયે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. તેણે શ્લોકાને ડાયમંડ રિંગ પણ પહેરાવી હતી. બાદમાં બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. હવે આ પરિવારમાં ખુશીનો માહોલ છે. 

ધીરુભાઇ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પરપૌત્રનું ખુશીથી સ્વાગત કરવામાં આવ્યું છે. માતા અને બાળક બન્ને સ્વસ્થ છે, આ નવા સભ્યના આગમનથી મહેતા અને અંબાણી પરિવારમાં ખુબ ખુશીનો માહોલ છે.

શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલી કંપની રોજી બ્લુ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. આ કંપનીના માલિક રસેલ મહેતા શ્લોકાના પિતા છે.શ્લોકા ConnectForની કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલન્ટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે. તેણે 2004થી 2009ની વચ્ચે ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આકાશ- શ્લોકાની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા પછી શ્લોકા એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા  અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટી ગઈ હતી. પછી તેણે માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/G

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch