Wed,24 April 2024,11:02 am
Print
header

ચીનની સામે Jioને હથિયાર બનાવશે અંબાણી, 2 વર્ષમાં લાવશે 20 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન, માત્ર આટલી હશે કિંમત

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ ઓછી કિંમતમાં વધુ પ્રીમિયમ ફિચર આપીને ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં મોટી હિસ્સેદારી મેળવી લીધી છે. હાલના સમયમાં અંદાજે 70 ટકા ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર ચીનનો કબજો છે. એટલે કે દર 10 માંથી 7 ફોન ચીનના છે.જો કે હવે મુકેશ અંબાણી ચીનના આ દબદબાને પડકારી શકે છે. 

શું છે મુકેશ અંબાણીનો પ્લાન ?

બ્લૂમબર્ગનાં રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી લોકલ સપ્લાયર્સને સ્માર્ટફોન બનાવામાં તેજી લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેનાથી આવતા બે વર્ષમાં લગભગ 20 કરોડથી વધુ એન્ડ્રોઇડ ફોન બનાવી શકાય. અંબાણીના સ્માર્ટફોનથી ચીની કંપનીઓને જોરદાર પડકાર મળશે.આ માટે રિલાયન્સ મોબાઇલ એસેમ્બલ કરનારી કંપનીઓ સાથે મળીને  Jioના એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું નિર્માણ કરવામાં આવશે. Jioના એન્ડ્રોઇડ સ્માર્ટફોનની કિંમત અંદાજે 4000 રૂપિયા હશે. સાથે જ કંપની તરફથી Jio એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ખાસ પ્રકારનું રિચાર્જ પ્લાન પણ લોન્ચ કરી શકે છે. 

સ્માર્ટફોનના ઘરેલુ મેન્યુફેકચરિંગને મળશે પ્રોત્સાહન

રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી દેશની સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને મજબૂતીથી સ્થાપિત કરવા માંગે છે. આના માટે મુકેશ અંબાણી તરફથી સરકારના પ્લાન અનુસાર સ્થાનિક મેન્યુફેકચરિંગ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. Jio ઉપરાંત Dixon ટેક્નોલોજી ઇન્ડિયા, લાવા ઇન્ટરનેશનલ અને કાર્બન મોબાઇલ પણ સ્થાનિક મેન્યુફેક્ચરિંગને વધારી રહ્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch