Thu,25 April 2024,5:06 am
Print
header

જ્યારે કેલ્ક્યુલેટર છે તો ટેબલ કેમ યાદ કરીએ ? પુત્ર આકાશના સવાલ પર આ હતો મુકેશ અંબાણીનો જવાબ

મુંબઇઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફક્ત તેમની બિઝનેસ સેન્સ માટે જ નહીં પરંતુ પોતાની પેરન્ટિંગ સ્ટાઇલ પર  પણ ઘણીવાર મીડિયામાં છવાયેલા રહે છે. મુકેશ અંબાણીએ પોતાના ત્રણ બાળકોને ક્યારેય એ વાતનો અહેસાસ નથી થવા દીધો કે તેમની પાસે આટલો પૈસો છે. આ વાત અંબાણી દંપત્તિ અનેક ટીવી ઇન્ટરવ્યૂંઝમાં કહી ચૂકયા છે. આવો જાણીએ બાળકોના ઉછેરને લઇને શું વિચારે છે મુકેશ અંબાણી:

મુકેશ અંબાણીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું કે બાળકોમાં કંઇક એકસ્ટ્રા તો હોવું જ જોઇએ પરંતુ અભ્યાસના ભોગે તો નહીં જ. તેમના ત્રણેય બાળકો પણ આ વાતને બરોબર સમજતા હતા. તેઓ ક્યારેય ટોપર નથી રહ્યા પરંતુ ફંડામેન્ટલ હંમેશા ક્લિયર રહ્યા. મુકેશ અંબાણીએ એક વાક્ય સંભળાવ્યું હતું જ્યારે તેમના મોટા પુત્ર આકાશે એક દિવસ તેમને પૂછ્યું કે પપ્પા જ્યારે કેલ્ક્યુલેટર છે તો અમે ટેબલ કેમ યાદ કરીએ છીએ. મુકેશ અંબાણીએ આકાશના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે બેટા આપણે યાદ એટલા માટે કરીએ છીએ કે બધુ આપણા મગજમાં જ સેટ થઇ જાય. 

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમના સમજાવવા પર આકાશ પર એટલી અસર થઇ કે તે દરરોજ સુતા પહેલા બધા ટેબલ્સ, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન યાદ કરીને સુતો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી બાળકોને અભ્યાસનું મહત્વ સમજાવવા માટે તેઓ પણ તેમની સાથે ભણતા હતા. ત્યારે બાળકોના ઉછેરને લઇને અંબાણી પરિવારે કેટલી વાતોનું ધ્યાન આપ્યું છે, તે આ કિસ્સા પરથી ખબર પડે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar