ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓ વિરુદ્ધ મોટા પાયે હિંસા ચાલુ છે. શેખ હસીનાએ થોડા દિવસો પહેલા પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા પર સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે હિંસા અટકાવવા લોકોને અપીલ કરી છે. યુનુસે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રસિદ્ધ ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લીધી છે.
ઢાકેશ્વરી મંદિર હિન્દુઓ માટે મહત્વનું
ઢાકેશ્વરી મંદિર બાંગ્લાદેશનું સૌથી પ્રખ્યાત અને સૌથી મોટું હિન્દુ મંદિર છે. ઢાકેશ્વરી મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ સેના વંશના રાજા બલાલ સેને કરાવ્યું હતું. મંદિરના નામ ઢાકેશ્વરીનો અર્થ ઢાકાની દેવી થાય છે, જે દર્શાવે છે કે મંદિર ઢાકા શહેરની આશ્રયદાતા દેવીને સમર્પિત છે. બાંગ્લાદેશના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસામાં ઢાકેશ્વરી મંદિરનું વિશેષ સ્થાન છે.
લઘુમતી આગેવાનો સાથે બેઠક કરશે
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ઢાકામાં લઘુમતી સમૂદાયોના નેતાઓ સાથે બેઠક કરશે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટે રાજીનામું આપ્યાં બાદ દેશમાં હિન્દુઓ પર સતત હુમલા અને બર્બરતાની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં આ બેઠક યોજાવા જઈ રહી છે.
પીએમ મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો
પીએમ મોદીએ બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યાં હતા. પીએમએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમૂદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને અમે ઝડપથી સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની આશા રાખીએ છીએ. ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે આપણા બંને લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
આજે મળશે ટ્રમ્પ અને મોદી, વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ | 2025-02-13 09:40:12
શું ChatGPTના મેકર OpenAIને ખરીદશે Elon Musk ! Xને ખરીદશે Sam Altman ? બંન્નેએ એકબીજાને આપી ડીલ | 2025-02-12 14:34:33
ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને થશે રાહત, એક ઝટકે કેસ થશે સમાપ્ત | 2025-02-12 14:31:37
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44