અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસના દર્દીઓને નવી બિમારી મ્યુકરમાઇકોસિસ થઇ રહી છે અનેક દર્દીઓ સિવિલ સહિતની હોસ્પિટલોમાં દાખલ છે. મ્યુકરમાઇકોસિસ ના બિમારી માટેના એમ્ફોટેરેસીન ઇન્જેક્શનને લઇને દર્દીના સગાઓએ હેરાન થવું પડી રહ્યું છે ત્યારે આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી સરળતાથી દર્દીઓ માટે ઉપલબ્ધ થઇ રહ્યાં છે. બે દિવસમાં અમદાવાદ શહેરની 46 ખાનગી હોસ્પિટલના 234 દર્દીઓ માટે 784 એમ્ફોટેરીસીન ઇન્જેકશન વિતરણ કરવામાં આવ્યાં છે.
તમે પણ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ બાબતે મોબાઇલ નંબર 6357365462 પરથી સંપૂણ માહિતી મેળવી શકાશો, બે દિવસથી શરૂ કરાયેલી વ્યવસ્થામાં તારીખ 25 મેના ના રોજ આવેલી 225 અરજીઓમાંથી 122 અરજીઓ ફાઇનલ કરવામાં આવી હતી. જેને આધારે 420 ઇન્જેકશન વિતરણ કરવામાં આવ્યાં હતા.તારીખ 26 મી મે ના રોજ શહેરની 12 ખાનગી હોસ્પિટલોમાંથી આવેલી અરજીઓનું પૃથ્થકરણ કર્યાં બાદ 112 અરજીઓ ફાઇનલ કરવામાં આવી હતી. જેને આધારે 364 ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. બે દિવસમાં 46 ખાનગી હોસ્પિટલમા સારવાર મેળવી રહેલા 234 દર્દીઓ માટે 784 ઇન્જેકશન વિતરણ કરાયું છે.
સીવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડીંગમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સવારે 9 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીના ડોક્યુમેન્ટસ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહે છે. જેને આધારે તમામ ડોક્યુમેન્ટસનું પૃથ્થકરણ કરીને બપોરે 3 થી 5 ના સમયગાળા દરમિયાન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની બારી નં. 10 થી 12 માં ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે. વધુ વિગતે માહિતી મેળવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 6357365462 નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29