Fri,19 April 2024,12:11 pm
Print
header

બ્લાસ્ટની આરોપી દેશની રક્ષા કરશે ! માલેગાંવ બોંબ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ કમિટીમાં સ્થાન

નવી દિલ્હી: મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને હરાવીને ભાજપમાંથી સાંસદ બનેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને દેશની 21 સભ્યોની રક્ષા મંત્રાલયની કમિટીમાં સ્થાન મળ્યું છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ કમિટી બની છે, જેમાં મીનાક્ષી લેખી, શરદ પવાર, જે.પી નડ્ડા અને ફારૂક અબદુલ્લાને પણ સમાવવામાં આવ્યાં છે, કેન્દ્ર સરકારની આવી કમિટીઓ માં સાંસદોની નિમણુંક કરવામાં આવતી હોય છે.

સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી છે અને તેઓ જેલમાં પણ જઇ આવ્યાં છે. લોકસભા ચૂંટણી વખતે તેમને ગાંધીજીના હત્યારા ગોડસેને દેશભક્ત ગણાવતા ભાજપ હાઇ કમાન્ડ તેમનાથી નારાજ થયો હતા, વિપક્ષ કોંગ્રેસે પણ આ મામલે ભાજપનો ઘેરાવો કર્યો હતો, હવે તેમને સંરક્ષણ કમિટીમાં સ્થાન મળતા નવો વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે કે એક સમયના આરોપી હવે દેશની રક્ષા કરશે, નવી કમિટીનું કામ દેશની રક્ષા કરવાની રણનીતિ પર કામ કરવાનું છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch