Sat,20 April 2024,3:26 am
Print
header

પંચમહાલઃ મોરવાહડફ પેટા ચૂંટણીનું આજે પરિણામ, નિમિષા સુથાર-સુરેશ કટારાના ભાવિનો થશે ફેંસલો

પંચમહાલ: જિલ્લાના મોરવાહડફ પેટા ચૂંટણીની મતગણતરી સરકારી વિનિયન કૉલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. હાલ બેલેટ પેપર પરના મતોની ગણતરી ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે.આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે .

કોવિડની તમામ ગાઇડલાઇન મુજબ મતગણતરી યોજાઈ રહી છે. ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા 48,411 પુરુષો અને 38,407 મહિલાઓ સહિત કુલ 86,818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 39.60 ટકા મતદાન નોંધાયું હતું. કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch