Thu,25 April 2024,5:11 am
Print
header

ભારતમાં કોરોના વાયરસના વધુ ઘાતક વેરિયન્ટ આવી શકે છે, WHOએ આપી ચેતવણી

જીનીવાઃ વિશ્વ આખામાં કોરોના મહામારી હાહાકારા મચાવી રહી છે. દુનિયાના ઘણા દેશોમાં આ વાયરસનો કહેર યથાવત છે આ વાયરસ સતત પોતાના સ્વરુપો બદલી રહ્યો છે. જેના કારણે સતત તેના પર સંશોધનો ચાલુ છે. સૌથી પહેલા કોરોના વાયરસનો બ્રિટેન વેરિએન્ટ સામે આવ્યો. ત્યારબાદ બ્રાઝીલ અને દ.આફ્રિકાના નવા વેરિએન્ટે દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો હતો.

હાલમાં દુનિયાની સામે ભારતીય વેરિએન્ટ અત્યંત ખતરનાક બન્યો છે. હવે ભારતના કોરોના વેરિએન્ટના બી.૧.૧૬૭ને પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૌથી ઘાતક ગણાવ્યો છે. ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ આવી શકે છે.

WHOની એક નિષ્ણાંતોની ટીમ છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટ પર સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની ટીમ ભારતીય વેરિએન્ટ પર રસીની અસરને લઈને પણ ચર્ચા કરી રહી છે. તેમણે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં વિશ્વભરમાં નવા વેરિએન્ટ સામે આવી શકે છે જેમાંથી કેટલાક વેરિએન્ટ અત્યંત ઘાતક હોઈ શકે છે જેનાથી સંક્રમણને રોકવા માટે યુદ્ધ સ્તર પર કાર્ય કરવાની ખાસ જરૂરીયાત છે.

WHO ના જણાવ્યાં મુજબ ભારતીય કોરોના વાયરસનો વેરિએન્ટ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર મારિયાવાન કર્ક હોવેએ જીનીવામાં જણાવ્યું કે બી.૧.૧૬૭ વેરિએન્ટની શરૂઆત ભારતમાં થઈ છે તેના સંક્રમણની રફતાર જોતા તે બીજા વેરિએન્ટથી વધુ ઝડપી રીતે ફેલાય છે, જેમાં ભારતમાં રોજ ચાર લાખથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch