Fri,26 April 2024,1:37 am
Print
header

ઉત્તરાયણ પર 108 સક્રિય, અત્યાર સુધીમાં મળ્યાં આટલા કોલ- Gujarat Post

આજે પવનની ગતિ સારી હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં પતંગ રસિયા ધાબે ચડ્યાં છે

ઉત્તરાયણમાં દોરી વાગવાની ઘટનાઓમાં ઈમરજન્સી 108 ને મળે છેે કોલ

અમદાવાદઃ આજે ઉત્તરાયણનો તહેવાર છે. પવનની ગતિ સારી હોવાથી લોકો સવારથી જ ધાબે પતંગના પેચ લડાવી રહ્યાં છે. આ વર્ષે ઈમર્જન્સી કેસો ગત વર્ષ કરતાં વધી ગયાં છે. 108 દ્વારા મળેલ માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં 807થી વધુ ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જે ગત વર્ષે 698 હતાં. તેની સરખામણીએ આ વર્ષે કુલ 109 કેસ વધુ નોંધાયા છે.  

ગુજરાતમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ સાથે પ્રશિક્ષિત ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને પાઇલોટ્સ સાથે મજબૂત હાજરી ધરાવે છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ ગુજરાતમાં 37 એમ્બ્યુલન્સ ધરાવે છે. જે મોટાભાગે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના શહેર વિસ્તારમાં રખડતા પ્રાણીઓની સારવાર કરે છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન 108 પર દોરીથી ઈજાની ઈમરજન્સી જાણ કરાય છે. દર વર્ષે સરેરાશ 150 થી 200  આવા કેસમાં ઈમરજન્સી સેવા આપવામાં આવે છે.

108 ઈમર્જન્સ સેવાના સીઈઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે 108-ઇમર્જન્સી મેનેજમેન્ટ સર્વિસિસ અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસિસનું સંચાલન કરતા ઇમરજન્સી મેનેજમેન્ટ કેન્દ્રોમાં તહેવાર સમયે બધા એલર્ટ છે. તેઓની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch