Mon,28 April 2025,11:38 pm
Print
header

વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા, 400 થી વધુ હિન્દુઓએ ભાગવું પડ્યું હોવાનો ભાજપનો દાવો

કોલકત્તાઃ વકફ એક્ટને લઇને દેશના અનેક ભાગોમાં પ્રદર્શનો થઇ રહ્યાં છે અને સ્થિતી ચિંતાજનક બની રહી છે, હવે પશ્વિમ બંગાળથી સમાચારો સામે આવ્યાં છે કે અહીંના મુર્શીદાબાદમાં 400 થી વધુ હિન્દુઓએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે.

પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. સુવેન્દુ અધિકારીએ એક્સ પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે 400થી વધુ હિન્દુઓને મુર્શિદાબાદમાંથી ભાગવા માટે, નદી પાર કરવા માટે અને શાળામાં આશરો લેવા માટે મજબૂર કરાયા છે.

મુર્શિદાબાદના ધુનિલાયના 400થી વધુ હિન્દુઓએ ધાર્મિક કટ્ટરવાદીઓના ડરથી ભાગવું પડ્યું છે, તેઓ નદી પાર કરીને માલદાના બૈષ્ણવનગરના દેવનાપુર-સોવાપુરની એક શાળામાં આશરો લેવા મજબૂર બન્યા છે. તેમને મુર્શિદાબાદ જિલ્લામાં હિન્દુઓને સુરક્ષા મળે તેવી માંગ કરી છે, અહીં પહેલાથી કેન્દ્રીય અર્ધ સૈનિક દળો અને પોલીસ તૈનાત હોવા છંતા સ્થિતી ચિંતાજનક છે. નોંધનિય છે કે વક્ફ બિલના વિરોધમાં દેશમાં અનેક ભાગોમાં મુસ્લિમો દ્વારા પ્રદર્શનો થઇ રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch