Sat,14 March 2026,2:17 am
Print
header

ઈરાન શોકમાં ડૂબ્યું: મિનાબમાં અમેરિકી- ઈઝરાયેલી હુમલામાં મારી ગયેલી 160 માસૂમ દીકરીઓને આંસુભરી વિદાય

  • Published By dilip patel
  • 2026-03-03 19:08:42
  • /

મિનાબઃ ઈરાન અત્યારે ગમમાં ડૂબેલું છે. ઈરાનના મિનાબ શહેરમાં મંગળવારે લાખો લોકોની ભીડે ઈઝરાયેલી અને અમેરિકી હુમલામાં મારી ગયેલી 160 દીકરીઓને અંતિમ વિદાય આપી હતી. આ દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું. માતાઓ છાતી કૂટી-કૂટીને રડી રહી હતી અને પિતાઓ બદલાની આગમાં સળગી રહ્યાં હતા. જ્યારે આ 160 દીકરીઓના જનાજામાં સામેલ થવા માટે આખું મિનાબ શહેર રસ્તા પર ઉતરી આવ્યું, ત્યારે દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતા.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ આ 160 કબરોની તસવીર એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, આ કબરો એ 160 થી વધુ માસૂમ બાળકીઓ માટે ખોદવામાં આવી રહી છે, જેઓ યુએસ-ઈઝરાયેલ બોમ્બમારોમાં એક પ્રાઈમરી સ્કૂલમાં માર્યા ગયા. તેમના શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. મિસ્ટર ટ્રમ્પે જે બચાવનો વાયદો કર્યો હતો, તે હકીકતમાં આવો દેખાય છે. ગાઝાથી લઈને મિનાબ સુધી માસૂમોની નિર્મમ હત્યા કરવામાં આવી છે.

મિનાબ શહેરમાં વાતાવરણ અત્યંત ભાવુક અને કરુણ હતું. હજારો લોકો, સ્થાનિક રહેવાસીઓ, મુખ્ય મેદાનો અને મસ્જિદોમાં એકઠા થયા હતા. સફેદ કફનમાં લપેટેલા નાના-નાના તાબૂતોની લાંબી કતારો રસ્તાઓ પર નીકળી હતી. આખું શહેર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. બજારો બંધ રહ્યા અને લોકો કાળી પટ્ટીઓ બાંધીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. માતા-પિતા તાબૂતોને વળગીને ડૂસકે-ડૂસકે રડતા રહ્યાં.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch