ચરસના જથ્થા ઉપર અફઘાનિસ્તાનનું પેકીંગ
ચરસનો જથ્થો દરિયામાં માફિયાઓએ નાખી દીધા બાદ કિનારે આવ્યો હોય શકે છે
ગીર સોમનાથઃ સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો માદક દ્રવ્યોની હેરાફેરી માટે નવો માર્ગ બની ગયો છે. સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારેથી રૂપિયા 5.30 કરોડની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. ધામળેજ ગામે સ્મશાન પાસે હુંડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરિયા કિનારે બિનવારસી હાલતમાં કેટલાક પેકેટ પડયાં હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઈ જે.એન.ગઢવી અને પીએસઆઈ પી. જે. બાટવા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તપાસ કરતા (1 કિલોનું એક) 9 પેકેટ મળી આવ્યાં હતા. જેનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
ગીર સોમાનાથ જિલ્લામાં છેલ્લા અઢી વર્ષમાં માદક પદાર્થોના કુલ 19 કેસ કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 380 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, તેમાંથી એક જ કેસમાં 350 કરોડનું ડ્રગ્સ મળ્યું હતુ. અત્યાર સુધીમાં અંદારે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બિનવારસી મળ્યું છે. જ્યારે દરિયામાં ડ્રગ્સની હેરાફેરી થાય છે ત્યારે એજન્સીઓથી બચવા ડ્રગ્સ માફિયાઓ આવા પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે. જે તરતા તરતા કિનારા સુધી આવે છે. છેલ્લા થોડા સમયથી સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હોવાથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26
ACB ટ્રેપઃ આ સર્કલ ઓફિસર 5 હજાર રૂપિયયાની લાંચ લેતા પકડાયા | 2025-01-11 12:23:01
બાયડના આંબલિયારામાં નકલી ASI ઝડપાયો, પિતા-પુત્રએ પોલીસમાં નોકરી અપાવાના બહાને આચરી છેતરપિંડી | 2025-01-10 08:37:54
હું આણંદ જિલ્લાનો ભાજપનો મહામંત્રી છું, તારી પાછળ પડી જઈશ કહી ધમકી આપી | 2025-01-09 14:28:57
પાયલ ગોટીને ન્યાય આપવા મુદ્દે અમરેલીમાં પરેશ ધાનાણીના ધરણા, નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત – Gujarat Post | 2025-01-09 14:20:04