12 પોલીસ કર્મચારીઓની બદલી થતાં પોલીસ વિભાગમાં સન્નાટો
ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો બોટાદમાં ધરણા કરશે
બોટાદઃ બરવાળાના કેમિકલ લઠ્ઠાકાંડમાં અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ એસપીની બદલી તથા કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવી છે. 12 પોલીસ કર્મચારીઓની અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરી નાખવામાં આવી છે.બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 6 અધિકારી સસ્પેન્ડ અને 2 આઈપીએસની બદલી બાદ 12 પોલીસ કર્મચારીઓની બદલી થતાં પોલીસ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે.
બોટાદની લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓની ડીજી ઓફિસે બદલી કરી નાંખી છે.ક્રિપાલસિંહ ઝાલાને છોટાઉદેપુર, વનરાજ બોરીચાને બનાસકાંઠા, ભાર્ગવ રામાનુજની દાહોદ, જયેશ ધાધલની ભૂજ, કિરણસિંહ દાયમાની વલસાડ, લગધીરસિંહ ચુડાસમાની આહવા, પ્રદ્યુમનસિંહ વાળાની વ્યારા, ઈંદ્રજિતસિંહ મોરીની નવસારી, નિકુંજ ડાભીની સુરત ગ્રામ્ય, વિજય ધરજીયાની ભરૂચ, પૃથ્વીરાજસિંહ જાદવની પંચમહાલ, નિલેશ ગલથરાની મહિસાગર બદલી કરવામાં આવી છે.
બરવાળા કેમિકલ કાંડના 58 લોકોનાં મોત બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો બોટાદમાં બપોરે બે કલાકે જ્યોતિગ્રામ સર્કલ પાસે ધરણા કરશે. ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા,જગદીશ ઠાકોર,સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ ધરણા કરશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28