રૂ.200 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં
(ફાઈલ તસવીર)
મોટી રકમના વહેવારો થયાના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત
ડેટા રિકવર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ
રાજકોટઃ મોરબીના ટાઈલ્સ બિઝનેસ સાથે જોડાયેલા ક્યૂટોન સિરામિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર જગદીશ કુંવરજી દલસાણિયા, મનોજ અગ્રવાલ, સુનિલ સીતારામ મંગ્નુલિયા અને રાજીવ અદાલખના રાજકોટ ખાતેના નિવાસસ્થાનો અને અમદાવાદ સ્થિત પાંચ સ્થળો સહિત કુલ 25થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યાં હતા.જેમાં એક કરોડ રૂપિયાની રોકડ અને બે કરોડ રૂપિયાના દાગીના મળી આવ્યાં છે અને 12 લોકર સીલ કરવામાં આવ્યાં છે. મોટી રકમના વહેવારો થયાના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરાયો છે. આ બધા દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીનો આંક વધી શકે છે.
2008 માં સ્થપાયેલા અને બહુ જ ઝડપથી આગળ વધેલા ક્યૂટોન ગ્રુપના કોલકાતા, ગુવાહાટી, દિલ્હી, રાયપુર, રાજકોટ, ગાંધીધામ,મોરબી અને રાજકોટના એકમો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી પાસે વાંકાનેર નજીક નેશનલ હાઈ વે નંબર- 8- એ પર ઢુવા વિસ્તારમાં આવેલી તેની ઓફિસો અને ઉત્પાદન એકમો પર દરોડા પાડવામાં આવ્યાં છે. અમદાવાદમાં કંપનીની માલિકીની 11 સેલ્સ ઓફિસો અને 6 સપ્લાય ડેપોમાંથી પણ કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે.
વિશ્વના 60 દેશોમાં નિકાસ કરતા ક્યૂટોન ગ્રુપના ઢુવા ખાતેના 4 ઉત્પાદન એકમો તથા રાજકોટ ખાતેના પ્રમોટર ડિરેક્ટર્સના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યાં છે. દરોડા દરમિયાન ડિજિટલ ડેટા અને કોમ્પ્યુટર મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં છે. તેમ જ તેમના ડેટા રિકવર કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. આઇટીના દરોડાને કારણે અન્ય બિઝનેસ ગ્રુપોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, 3 લોકોનાં કમકમાટીભર્યાં મોત | 2024-03-26 10:36:03
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રાજપૂતો પર વિવાદીત ટિપ્પણી, પછી માંગી માફી- Gujarat Post | 2024-03-24 17:35:36
રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લડી શકે છે ચૂંટણી- Gujarat Post | 2024-03-21 10:55:09
પાટીદારોની દીકરીઓ પર વિવાદીત નિવેદનનો મામલો, કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં નોંધાઈ ફરિયાદ-Gujarat Post | 2024-03-19 17:45:34
ભેસાણ તાલુકા ભાજપના મંત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા- Gujarat Post | 2024-03-14 09:49:35