મોરબીઃ જિલ્લામાં વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનના વળતરનો મુદ્દો વધુ ગરમાયો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે જેતપર સહિતના આસપાસના ગામોના ખેડૂતોએ એક થઈને તંત્ર સામે રણશિંગું ફૂંક્યું હતું. આશરે 600 થી 700 જેટલા ખેડૂતો 50 થી 55 જેટલા ટ્રેક્ટરોની વિશાળ રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યાx હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલન વધુ તેજ કરશે. કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂત આગેવાનોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી કે, ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D મુજબ ખેડૂતોને તેમની જમીન અને પાકને થતી સંપૂર્ણ નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ખેડૂતોને એડવાન્સ પેમેન્ટ (આગાઉથી ચૂકવણી) આપ્યાં બાદ જ ખેતરોમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરવામાં આવે. હાલમાં ખેડૂતોની મરજી વિરુદ્ધ પોલીસ બંદોબસ્ત ગોઠવીને જે જોહુકમીથી કામગીરી ચલાવવામાં આવી રહી છે, તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.
ખેડૂત આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કલેક્ટર કચેરીએ આવેદન આપ્યાં બાદ તમામ ખેડૂતો પરત જેતપર રવાના થયા હતા અને ત્યાં આજથી જ પ્રતિક ઉપવાસની છાવણી નાખીને આંદોલન પર બેસી ગયા હતા. જો આગામી 2 દિવસમાં જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અને કંપની તરફથી યોગ્ય વળતરની ખાતરી નહીં મળે, તો ખેડૂતો ઉગ્ર ભૂખ હડતાલ પર ઉતરશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરિડોર સિવાયની ખેતીની જમીનમાં જો કોઈ વધારાનું નુકસાન થાય, તો તેનું પણ અલગથી વેલ્યુએશન (મૂલ્યાંકન) કરાવીને વળતર ચૂકવાય છે. તમામ ટ્રાન્સમિશન કંપનીઓને આ સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સખત સૂચના આપી દેવામાં આવી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
પાણી માટે રૂ.12 લાખ, બપોરના ભોજન માટે રૂ. 20 લાખ.. 3 દિવસના ડિમોલિશન દરમિયાન અધિકારીઓનું રૂ. 46 લાખનું ખર્ચા પાણી બિલ | 2026-06-26 17:54:23
ACB ટ્રેપમાં દેવભૂમી દ્વારકાના જુનિયર ક્લાર્ક ફસાયા, રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયા | 2026-06-24 09:56:40
મોરબી વીજપોલ વિવાદ: ખેડૂતોના ઉપવાસ વચ્ચે મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ? | 2026-06-22 18:33:20
મોરબીઃ ભાજપ સરકારના વિરોધમાં 15 ખેડૂતોએ કરાવ્યું મુંડન, હાઈટેન્શન લાઈનના વિરોધમાં 9 ખેડૂતો આમરણ ઉપવાસ પર | 2026-06-20 17:44:11