Thu,25 April 2024,11:22 am
Print
header

મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post

અમદાવાદ, મોરબી અને રાજકોટમાં દરોડા

મોટી માત્રામાં કરચોરી સામે આવે તેવી સંભાવના

વહેલી સવારથી એક સાથે તમામ સ્થળે સર્ચ

મોરબીઃ આવકવેરા વિભાગે વધુ એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મોરબીમાં ક્વોટન સીરામીક ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં છે. 25 જેટલા સ્થળોએ એક સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, મોરબી અને રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યાં છે. તપાસના અંતે મોટી માત્રામાં કરચોરી સામે આવે તેવી સંભાવના છે.વહેલી સવારથી એકસાથે તમામ સ્થળે સર્ચ શરૂ કરાયું છે.

થોડા દિવસ પહેલા આવકવેરા વિભાગે ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડીને રૂ. 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ કર્યો હતો.આ માહિતી CBDT દ્વારા આપવામાં આવી હતી. CBDT વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અહીંથી દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 24 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, ઝવેરાત અને રિકવર કરવામાં આવી છે. અગાઉ 20મી જુલાઈના રોજ ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતા સહિત 58 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા. આમ આઇટીએ એક પછી એક ગ્રુપો પર તવાઇ બોલાવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch