નવી દિલ્હીઃ સંસદના મોનસૂન સેશન દરમિયાન રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લદ્દાખમાં એલએસીની સ્થિતિ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પેટ્રોલિંગ પેટર્ન પારંપરિક અને યોગ્ય રીતે પારિભાષિત છે. ધરતી પર કોઇ તાકાત આપણા જવાનોને પેટ્રોલિંગ કરતાં રોકી નહીં શકે અને પેટ્રોલિંગ પેટર્નમાં પણ કોઇ ફેરફાર નહીં થાય.
રાજનાથ સિંહે ભલે સંસદમાં આમ કહ્યું હોય પરંતુ અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે જમીન પર સ્થિતિ ખાસ કરીને ઉત્તરી લદ્દાખના ડેપસાંગમાં ઘણી અલગ છે. તે એટલા માટે કારણ કે મેથી એક મહિના પહેલા જ પેંગોંગ ત્સોના ઉત્તરી કિનારે તણાવ શરૂ થઇ ગયો હતો. જ્યાં ભારતીય સૈનિકોને ફિંગર 4 થી ફિંગર 8 સુધી જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. ભારતીય જવાનોને ડેપસાંગમાં 5 પારંપરિક પેટ્રોલિંગ પોઇન્ટ્સ (પીપી) પર જવાથી ચીને રોક્યા હતા.
ચીને અહીં રોક્યો હતો રસ્તો
એક ટોચના સરકારી સુત્રે કહ્યું કે ચીને ચાલુ વર્ષે માર્ચ-એપ્રિલમાં પેટ્રોલિંગ પૉઇન્ટ 10, 11, 11એ, 12 અને 13 પર ભારતીય સૈનિકોને જતાં રોક્યા હતા. રણનીતિક સબ-સેક્ટર નોર્થ રોડ કે દારબુક શ્યોક દૌલત બેગ એલ્ડી (ડીએસડીબીએ) રોડના ઇસ્ટમાં પાંચ પેટ્રોલિંગ પોઇન્ટ્સ એલએસીની ઘણી નજીક છે. પરંતુ એલએસી પર નથી. ટૂંકા શબ્દોમાં આ ભારતીય ક્ષેત્રની અંદર છે.
આ પેટ્રોલિંગ પોઇન્ટ્સ એક બૉટલનેકમાં પથરાળ સરહદના પૂર્વમાં છે, જે ડેપસાંગ સુધી પહોંચવા માટેનો રસ્તો છે. આ બર્ટ્સથી 7 કિલોમીટર પૂર્વમાં છે જે ડીએસડીબીઓ રોડ સુધી જાય છે અને ભારતીય સેનાનો બેઝ છે. આ રસ્તો આગળ જઇને બે ભાગમાં વહેંચાય છે જેના કારણે તેને વાઇ જંક્શન કહેવાય છે. ભારતીય સૈનિકો ઇચ્છે તો પેટ્રોલિંગ પોઇન્ટ સુધી પહોંચી શકે છે પરંતુ તેનો અર્થ એ કે ફરી એક ટકરાવની સ્થિતિ ઉભી થઇ શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38