Wed,24 April 2024,8:14 pm
Print
header

ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાનું આગમન, જાણો આગામી પાંચ દિવસ ક્યાં પડી શકે છે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. કેરળમાં 3 જૂને ચોમાસુ બેસશે.ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઇ શકે છે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ સક્રિય છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મેમાં પારો 43 ડિગ્રીને પાર થયો નથી મે મહિનામાં સામાન્ય રીતે 44 ડિગ્રીથી વધુ ગરમી પડતી હોય છે. વાવાઝોડા, વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સથી ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. અમદાવાદમાં 5-6 જૂને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar